અણુ ઊર્જા વિભાગ Department of Atomic Energy

માનનીય સચિવ
અણુ ઊર્જા વિભાગ

ડો શેખર બાસુ
વિભક્ત શક્તિ દેશમાં વિકાસ માટે વાપરી શકાય છે...
IAEA GC 2016 ભાષણ

ડી.એ.ઈ. વિશે

અણુ ઊર્જા વિભાગ (ડી.એ.ઈ.) નું અસ્તિત્વ રાષ્ટ્રપતિના આદેશ દ્વારા 3 ઓગસ્ટ, 1954 માં વડાપ્રધાન ના ડાયરેક્ટ ચાર્જ હેઠળ, થયું હતું. AEC બંધારણના ઠરાવ અનુસાર, સચિવ, અણુ ઊર્જા વિભાગ, ભારત સરકાર, એટોમિક એનર્જી કમિશનના હોદ્દાની રૂએ ચેરમેન છે. ડી.એ.ઈ. ન્યુક્લિયર પાવર ટેકનોલોજીના વિકાસ અને કિરણોત્સર્ગ ટેકનોલોજીનો ઉપયોગ કૃષિ, દવા, ઉદ્યોગ અને મૂળભૂત સંશોધન ક્ષેત્રોમાં કરવામાં પ્રવૃત્ત છે.

ડી.એ.ઈ. પાંચ સંશોધન કેન્દ્રો, ત્રણ ઔદ્યોગિક એકમો, પાંચ જાહેરક્ષેત્રની કંપનીઓ અને ત્રણ સેવા સંસ્થાઓથી બનેલી છે. તેના છત્રછાયા માં બે બોર્ડ છે જે બાહ્ય થી પરમાણુ અને તેના સંલગ્ન ક્ષેત્રોમાં સંશોધનને પ્રોત્સાહન અને ભંડોળ આપે છે અને એક નેશનલ ઇન્સ્ટિટ્યુટ (ડીમ્ડ યુનિવર્સિટી) છે.

તે આઠ આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ટિત સંસ્થાઓને પણ આધાર પૂરો પાડે છે જે મૂળભૂત વિજ્ઞાન, ખગોળશાસ્ત્ર, એસ્ટ્રોફિઝિક્સ, કેન્સર સંશોધન અને શિક્ષણ ક્ષેત્રમાં પ્રવૃત્ત છે. તેની છાયામા એક શૈક્ષણિક સંસ્થા પણ છે જે ડી.એ.ઈ.ના કર્મચારીઓના બાળકોને શૈક્ષણિક સુવિધાઓ પૂરી પાડે છે.